અને ફરીવાર એણે આફ્રીકા માં સત્યાગ્રહ કરી ભારત આવવા નું વિચાર્યું. .... અને સ્ટીમ્બરમાં બેઠો....... મુંબઇ પોર્ટ પર એના સામાન ને ચેક કરતાં અધીકારી ને સામાન માંથી એક પેકેટ મળ્યું, અધીકારી એ પુછ્યું આમાં શું છે.....? બોખા મોએ હસીને એણે જવાબ આપ્યો....એમાં સત્ય છે... અધીકારી એ બીજું પેકેટ ઉઠાવી પુછ્યું. ..આમાં...? અહીંન્સા....તેણે જવાબ આપ્યો..... ત્રીજા પેકેટ તરફ આંગળી કરી અધિકારીએ પુછ્યું. .......આમાં. .? સરળતાથી એણે જવાબ આપ્યો....કર્તવ્ય. અધીકારી એ કહ્યું તમે આને આ દેશમાં ન લઈ જઇ શકો...... તેણે પુછ્યું.....કેમ આ કયો દેશ છે....ભારત નથી...? અધિકારી એ સ્મીત સાંથે જવાબ આપ્યો ...હા આ આઝાદ સ્વતંત્ર ભારતજ છે , પણ અહીં આ બધી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ છે....... એ ચુપચાપ ત્રણેય પેકેટ પોતાના સામાન માં મુકતો હતો ત્યાંજ અધિકારી આંખ મીંચકારી બોલ્યો ....આમ આવો આપણે સમજી લઇશું.......ત્રણ ગાંધી છાપ આપો.... ...........અને એ ગાંધી પોતાના કપાળ પર નો પરસેવો લુંછતાં લુંછતાં પોતાનો સામાન ખભે ભરવી ત્યાંથી ભારતમાં પ્રવેશ્યા વીના જ કોઇ અજાણી અનંત યાત્રા એ નીકળી ગયો.....આજ સુંધી પરત નથી ફર્યો........ હેપ્પી બાપુ જયંતી.