• Categories
  • Gujarati Whataspp Status   447
  • કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.

    ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.

    છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.

    ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.

    એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.

    બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.

    ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.

    યુગલે પૂછ્યું : કેમ

    ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
  • 6 years ago



    Tags : Gujarati Jokes , Gujarati Whataspp Status , Gujarat Jokes Sms , Funny Gujarati SMS
  • મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ :-----

    @ નિરાશાની વાતો કરતી વ્યક્તિ
    પાસે વધુ વખત ઉભા રહેવું
    નહિ.

    @ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો-પહેલાં કરતાં ઘણું સારું છે - તેમ જ કહેવું

    @ પાણી પણ લિજ્જતથી પીવું
    જાણે શરબત પીતા હોઇએ

    @ ભૂતકાળ ની ભવ્યતાની વાતો
    કોઇને સંભળાવવી નહિ

    @ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
    પણ - મારી સમજણ કંઇક જુદી છે - તેમ કહેવું

    @ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી

    @ મોડી રાત સુધી કારણ વગર
    ગપ્પાં મારવાથી માનસિક તથા
    આથિઁક દરીદ્રતા આવેછે.

    @ મારું નસીબ હવે જોરદાર
    થવાનું છે- તે આશા હંમેશાં
    જીવંત રાખવી

    @ હા કે ના થી પતી શકે તેના
    લાંબા જવાબ ટાળવા

    @ સંબંધો કામમાં આવશે
    તેવો ભરોસો રાખવો નહિ

    @દરેક વ્યક્તિના વખાણ કરવાની
    કોઇપણ તક જતી કરવી નહિં

    @ કોઇનું પાણી પીવાનું થાય તો-
    તમારા ઘરનું પાણી બહુ મીઠું
    છે-તેમ આભારવશ બોલવું

    @ દરેકને અંગત સમજીને
    વ્યવહાર કરવા નહી

    @ નુકશાન સહન કરવાની તથા
    પોતાનાને ખોવાની હંમેશા
    માનસિક તૈયારી સાથે જીવો

    (મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)
  • 6 years ago



    Tags : Motivational Status For Whatsapp , Motivational Quotes , Inspiration Quotes , Gujarati Good Morning SMS , Gujarati Suvichar Sms , Gujarati Whataspp Status