એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.
દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હ્રદય ના કાં તો આંખો નાં.. સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..