*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,* *ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,* *હસતો અને રડાવતો રાગ છે જીંદગી,* *પણ આખરે તો* *"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.