આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.