*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,* *ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,* *હસતો અને રડાવતો રાગ છે જીંદગી,* *પણ આખરે તો* *"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.