બધાંને એમ છે; પોતે જ સવાયું છે ખરેખર કોણ આખું ઓળખાયું છે . ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે. . હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે
તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ
“ મારી પાસે એક સફરજન હોય , તમારી પાસે એક સફરજન હોય, અને આપણે એક બીજાને આપીએ, તો બન્ને પાસે એક એક સફરજન રહે છે. પરંતુ જો, મારી પાસે એક વિચાર હોય, અને તમારી પાસે પણ એક વિચાર હોય અને જો આપણે, તે એક બીજા ને આપીએ , તો બંને પાસે બે વિચાર રહે છે ! -જયોજઁ બનાઁડઁ શો.