પત્ની : કાલે તમે 6 વાગ્યે વહેલા ઉઠી જાજો બાજુ વાળા ભાભી ને બસ સ્ટેશન તમારે મુકવા જવાનુ છે એનો પતિ હાજર નથી એટલે ,,,,,
આખી રાત ઉંઘ ના આવી સવારે પોણા 6 વાગ્યે તૈયાર થઈ ને બહાર આવ્યો
ત્યાં ,,,,, પત્ની : ઉઠી ગયા લ્યો હેડો ઘર સાફ કરવા, નવરાત્રી ને દિવાળી બહુજ નજીક છે ,,, મને ખબર હતી તમે એમને એમ સીધી રીતે વહેલા નહી ઉઠો , એટલે જ પડોસન નુ નામ લીધું
પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...
પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....
એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો... લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે.... .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy:
કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.
બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ
ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.