• Categories
  • Gujarati Jokes   136
  • *New York* :- અમારે ત્યાં દરેક જમણી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ?

    *Rajkot* :- અમારે ત્યાં ... સામે વાળો કઈ બાજુ થી આવે તે ઉપર આધાર્ રાખે છે... !!!:joy::joy:
  • 6 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • આ ટાયઢમા આઈસ્ક્રીમની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માંગીએ તો આજુ બાજુ વાળા તો જાયણે અડધો કીલો ગાંજો માંગ્યો હોય એમ હામુ જોવે .
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.

    ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.

    છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.

    ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.

    એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.

    બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.

    ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.

    યુગલે પૂછ્યું : કેમ

    ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
  • 5 years ago



    Tags : Gujarati Jokes , Gujarati Whataspp Status , Gujarat Jokes Sms , Funny Gujarati SMS
  • તું મારી સોપારી ને હું તારો માવો.....

    બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Gujarati Jokes
  • પહેલા અમીરો ગરીબોને જોઈને દૂર ભાગતા હતા કે હમણે આ પૈસા માંગશે

    હવે .....

    ગરીબો અમીરો ને જોઈ દૂર ભાગે છે હમણે આ એકાઉન્ટ માંગશે.


    સમય સૌથી બળવાન છે ભાઇ....
  • 8 years ago



    Tags : Gujarati Jokes
  • જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..

    આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે.
    :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 8 years ago



    Tags : Gujarati Jokes
  • આમિરખાન સ્પેશલ :

    તારે જામીન પર -
    તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed:

    3 ઇડિયટ -
    તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph:

    દંગલ -
    તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded:

    આમા કવિ ગોથા ખાય છે
  • 8 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • ભારત માં દરેક માણસ માં એક Doctor
    અને
    એક Advocate છુપાયેલ હોય છે .

    બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
  • 8 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes
  • અરજન્ટ જોઈએ છે…
    500, 1000ની નોટ્સ બદલાવવા માટે
    બેન્કની લાઈનમાં ઊભા રહેવા
    એક હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત પુરુષ
    ઉંમર - 18 થી 32
    શિક્ષણ - હાયર સેકંડરી
    અનુભવ- જિયો ની લાઇન, ઘાસલેટની લાઈનનો અનુભવ
    ધક્કામુક્કી વગેરે...
    કઈ લાઈન ફાસ્ટ જશે... એની વચમાં ઘૂસવાની કળામાં નિપુણ
    બાયોડેટા સાથે તુરંત અરજી કરો
    પગારઃ પરિણામ અનુસાર.
  • 8 years ago



    Tags : Gujarati Jokes
  • *ભર વેકેશનમાં* પણ જો કોઇ *પુરુષ* વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન આપવુ કે "

    *ચિંતા ન કર* હજુ તો *અડધુ વેકેશન બાકી છે*

    યાર... *જશે જશે*"

    :wink::smile::smile::smile::stuck_out_tongue_winking_eye:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes
  • દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..!
    :joy::joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati SMS
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 8 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes